કારડિયા રાજપૂત સમાજના ઉપપ્રમુખના ઘર પર પથ્થરમારો

શહેરમાં પોલીસની પકડ ઢીલી પડતા લુખ્ખાઓ બેકાબૂ બન્યા હોય તેમ જયરાજ પ્લોટમાં રહેતા રામનાથપરાના કારડિયા સમાજના ઉપપ્રમુખના મકાન પર પથ્થરમારો કરી કારમાં તોડફોડ કરી ધમકી આપ્યાની ફરિયાદ કરતાં એ.ડિવિઝન પોલીસે શખ્સો સામે ગુનો નોંધી આરોપીઓને પકડી લેવા કાર્યવાહી કરી છે. રામનાથપરામાં ગાળો બોલતા હોય જેથી તેને ગાળો બોલવાની ના પાડતા રાત્રીના તેના ઘેર આવી હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જયરાજ પ્લોટમાં રહેતા ભરતભાઇ માવજીભાઇ ડોડિયા (ઉ.52) તા.26ના રોજ રાત્રીના તેના રામનાથપરામાં જૂના મકાને હતા ત્યારે અગાઉ રામનાથપરામાં રહેતો સાહિલ સુમરા ત્યાં ધસી આવી ગાળો બોલતો હોય જેથી તેને અમારા ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા તેને બોલાચાલી કરી હું તને જોઇ લઇશ હમણા પાછો આવું કહી તેનું મોટરસાઇકલ લઇને જતો રહ્યો હતો.

બાદમાં તે જયરાજ પ્લોટમાં તેના ઘેર જઇને સૂતા હતા ત્યારે તેના ઘર બહાર અવાજ થતા તેને બહાર તપાસ કરતાં સાહિલ સહિતના અજાણ્યા શખ્સોએ તેના મકાન પર પથ્થરમારો કરી કારમાં તોડફોડ કરી નાસી જતા તેને તેના ભાઇને વાત કરી એ.ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરતાં જમાદાર રાઠવા સહિતે ગુનો નોંધી સીસીટીવીના આધારે આરોપીઓની ઓળખ મેળવી તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *