રાજકોટમાં CCTV લૂંટના ગુનામાં વિવાદિત બિલ્ડર કમલેશ રામાણીની ધરપકડ સામે સ્ટે

રાજકોટના ગ્રીનલેન્ડ ચોક નજીક મેંગો માર્કેટ પાસેની કરોડોની જમીનના વિવાદમાં CCTV લૂંટના ગુનામાં વિવાદિત બિલ્ડર કમલેશ રામાણીની ધરપકડ સામે હાઇકોર્ટે મનાઈ હુકમ આપ્યો છે.

ફરિયાદી મનસુખ શીવાભાઈ તલસાણીયાએ બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, કુવાડવા રોડ ઉપર આવેલ મેંગો માર્કેટ પાસે આવેલ રેવન્યુ સર્વે નં. 37, 1 અને 2ની જમીન કે જે કરોડો રૂપિયાની છે. તે જમીન ફરીયાદી તથા તેના ભાગીદારોએ જમીનના મૂળ માલિક દિલિપભાઈ કરશનભાઈ મકવાણા પાસેથી અવેજ આપી સાટાખત કરાવી ખરીદી કરી હતી અને આ જમીન ખાતે રૂ.18 હજારની કિંમતના CCTV કેમેરા રાખેલ હતા.

ગત તા.24.07.2024ના રોજ મયુર રૂપારેલીયા તથા અન્ય બે આરોપીએ ચોકીદારને માર મારી CCTV કેમેરા લૂંટી ગયા હતા. આરોપી મયુરની ધરપકડ બાદ રીમાન્ડ દરમિયાન CCTV કેમેરા વિવાદિત બિલ્ડર કમલેશ રામાણીની ઓફિસમાંથી મળતા ગુનામાં કમલેશ રામાણીનું નામ ખુલ્યું હતું. આ અંગે કમલેશ રામાણીએ હાઈકોર્ટમાં કવોશિંગ પિટિશન કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *