એસટી બસ અધવચ્ચે અટકી, મુસાફરો રઝળ્યા

એસ.ટી.ની બસ ખખડધજ હોવાની ફરિયાદો જૂની છે ત્યારે આવું જ રવિવારે બન્યું હતું. કાલાવડ રોડ પર કોટેચા ચોક પાસે અચાનક જ એક એસ.ટી.બસ બંધ થઇ ગઇ હતી. કાલાવડ તરફ આ બસમાં જઇ રહેલા મુસાફરોની હાલત કફોડી બની હતી અને તેઓએ નાછૂટકે બસમાંથી ઉતરીને પોતાનો કિંમતી સમય વેડફવો પડ્યો હતો. બસના બ્રેકના પટ્ટા ફેલ થતાં બસ ઊભી રાખવી પડી હોવાનું મુસાફરોએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *