શ્રીલંકાએ ભારતને 32 રને હરાવ્યું

શ્રીલંકાએ બીજી વનડેમાં ભારતને 32 રને હરાવ્યું છે. 6 વિકેટ લેનાર લેગ સ્પિનર ​​જેફરી વાંડરસે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. તેણે ભારતના ટોપ-6 બેટર્સને 50 રનની અંદર પેવેલિયન મોકલી દીધા અને તે જીતનું મુખ્ય કારણ બન્યું. શ્રીલંકાએ શ્રેણીમાં 1-0થી આગળ છે. પ્રથમ વનડે ટાઈ રહી હતી, ત્રીજી મેચ 7મી ઓગસ્ટે રમાશે.

કોલંબોમાં રવિવારે શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ટીમે 9 વિકેટ ગુમાવીને 240 રન બનાવ્યા હતા. ટીમે બે વખત 70+ રનની ભાગીદારી નોંધાવી હતી. ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે 3 અને કુલદીપ યાદવે 2 વિકેટ ઝડપી હતી.

ભારત તરફથી કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે 97 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. રોહિત શર્માએ 64 રન બનાવ્યા હતા. અહીંથી લેગ સ્પિનર ​​જેફરી વાંડરસેએ ભારતને બેક ફૂટ પર ધકેલી દીધું. કેપ્ટન ચરિથ અસલંકાએ છેલ્લી 3 વિકેટ ઝડપી હતી અને ભારત 42.2 ઓવરમાં 208 રનમાં સમેટાઈ ગયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *