ઓખા-બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચલાવાશે, બુકિંગ 3 ઓગસ્ટથી શરૂ કરાશે

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ઓખા અને બાંદ્રા વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે. ટ્રેન નં. 09078/09077 ઓખા-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ [4 ફેરા] કરવામાં આવશે. જેમાં ટ્રેન નંબર 09078 ઓખા-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ શનિવાર અને મંગળવારે ઓખાથી સવારે 8:20 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે વહેલી સવારે 4:00 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 16 અને 19 ઓગસ્ટ, 2025ના રોજ ચાલશે. અને ટ્રેન નંબર 09077 બાંદ્રા ટર્મિનસ-ઓખા સ્પેશિયલ ગુરુવાર અને રવિવારે બાંદ્રા ટર્મિનસથી રાત્રે 21:20 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સાંજે 16:45 વાગ્યે ઓખા પહોંચશે. આ ટ્રેન 14 અને 17 ઓગસ્ટ, 2025ના રોજ ચાલશે. આ ટ્રેન બંને દિશામાં દ્વારકા, જામનગર, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, વલસાડ, પાલઘર અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. ટ્રેન નંબર 09078/09077 માટેનું બુકિંગ 3 ઓગસ્ટ, 2025થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે.

અન્ય સમાચાર રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કમિશનર મનીષ ગુરવાનીએ વોર્ડ નં.6માં સફાઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન, તેમણે નાગરિકો દ્વારા કોલ સેન્ટરમાં કરવામાં આવતી ફરિયાદોની સમીક્ષા કરી હતી. નિરીક્ષણ દરમિયાન, તેમણે વોર્ડના સફાઈ કામદારોની હાજરીની ચકાસણી પણ કરી હતી. ખાસ કરીને, શિવમ પાર્ક સોસાયટી વિસ્તારમાં ટીપરવાનની અનિયમિતતા અંગે મળેલી ફરિયાદને ગંભીરતાથી લઈ તપાસ કરવામાં આવી હતી. આ તપાસના તારણો બાદ બેદરકારી બદલ એજન્સીના જવાબદાર કર્મચારીને તાત્કાલિક છૂટા કરી દેવામાં આવ્યા હતા અને એજન્સીને રૂ.14,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. નાયબ કમિશનર ગુરવાનીએ રહેવાસીઓ સાથે સીધો સંવાદ કરીને તેમની સમસ્યાઓ પણ સાંભળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *