સોનાક્ષી સિંહાનું સાસરીમાં થયું ભવ્ય સ્વાગત

સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલે રવિવારે લગ્ન કર્યાં હતાં. આ દંપતીએ બપોરે રજિસ્ટર્ડ મેરેજ કર્યાં હતાં અને મુંબઈના દાદરમાં શિલ્પા શેટ્ટીની રેસ્ટોરાં બાસ્ટન ખાતે મોડી રાત્રે રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીના ઘણા ઇનસાઇડ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. અહીં કપલે કેક કાપીને ઉજવણી કરી હતી. બંનેએ ‘દબંગ’ના ગીત ‘તેરે મસ્ત મસ્ત દો નૈન..’ પર રોમેન્ટિક ડાન્સ પણ કર્યો હતો.

તેની બેસ્ટ ફ્રેન્ડ સોનાક્ષીની રિસેપ્શન પાર્ટીમાં આવેલા રેપર હની સિંહે પણ જોરદાર પર્ફોર્મન્સ આપ્યું હતું. ડીજે પાર્ટી દરમિયાન હનીએ ટેબલ પર ઊભા રહીને એક ગીત ગાયું હતું, જેના પર સોનાક્ષી અને ઝહીર ડાન્સ કરતા જોવા મળ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *