એસઓજી પોલીસે 13 લાખના મેફેડ્રોન એમડી ડ્રગ્સ સહિત 18.74 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સને ઝડપી પાડ્યા

રાજકોટ શહેરમાં પોલીસના અથાગ પ્રયાસો છતાં ડ્રગ્સનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે. જોકે પોલીસ દ્વારા સમયાંતરે ડ્રગ્સની હેરાફેરી કરતા શખ્સોને ઝડપી લેવામાં આવે છે. ત્યારે વધુ એકવાર એસઓજી પોલીસે શહેરમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ અંગે મળેલી ચોક્કસ બાતમીનાં આધારે દરોડો પાડીને એસઓજીએ રૂ. 13 લાખના મેફેડ્રોન એમડી ડ્રગ્સ સહિત કુલ રૂ. 18.74 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સને ઝડપી પાડ્યા હતા. અને આ મામલે મુંબઈનાં શખ્સનું નામ ખુલતા તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

એમડી ડ્રગ્સનો જથ્થો કબ્જે કર્યો
પ્રાપ્ત વિગત મુજબ કિડવાઇનગર રોડ તુલસીબાગ પાસે સાધના એપાર્ટમેન્ટની સામે મેફેડ્રોન એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે આરોપીઓ બ્રિજેશ ઉદયલાલ પાલીવાલ અને મોનાર ઉર્ફે ભાણો રાણાભાઇ ચૌહલા નામના બે શખ્સો હોવાની ચોક્કસ માહિતી મળી હતી. જેને લઈ એસઓજી પોલીસની ટીમે દરોડો પાડી બંને શખ્સોને ઝડપી લીધા હતા. અને બંને પાસેથી રૂ. 13 લાખનો મેફેડ્રોન એમડી ડ્રગ્સનો જથ્થો તેમજ મોબાઈલ અને એક કાર સહિત કુલ રૂ. 18.74 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *