SOG પોલીસે ‘સે નો ટુ ડ્રગ્સ’ ઝૂંબેશ હેઠળ એક શખસને બે કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યો

રાજકોટ શહેર SOGએ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને પકડી લીધો છે. શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ન ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા શખ્સો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન બાતમીનાં આધારે ગાંધીગ્રામ ભારતીનગર શેરી નં.2માં આવેલા મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં ગાંજાના જથ્થા સાથે રણજીત નારૂભા રત્નુ નામનો શખ્સ મળી આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી રૂ. 20,880નો 2.088 કિલોગ્રામ ગાંજો અને 5 હજારનો મોબાઈલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *