SOG એ સતત બીજા દિવસે ગાંજાનો જથ્થો ઝડપી પાડયો

રાજકોટ એસઓજી દ્વારા સતત બીજા દિવસે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. SAY NO TO DRUGS અંતર્ગત ગાંજાનો જથ્થો ખરીદ – વેચાણ કે સેવન કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે SOG પોલીસે બાતમીના આધારે નેશનલ હાઈવે 27 પાસે મધુરમ ઇન્ડસ્ટ્રીઝ શેરી નંબર 4 માંથી એક શખ્સને ઝડપી પાડ્યો હતો. જેનું નામ અભિજીતકુમાર નિઠાલી પાસવાન (ઉ.વ.34) છે. જે મૂળ બિહારનો અને હાલ સાપર વેરાવળમાં કારખાનામાં નોકરી કરતું હોવાનું સામે આવ્યું છે. જેની પાસેથી રૂ.1,27,510 ની કિંમતનો 12.751 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો હતો જે પોલીસે કબજે કર્યો છે. આ સાથે જ એક મોબાઈલ અને રૂપિયા 400 ની રોકડ મળી કુલ રૂપિયા 1,32,910 નો મુદ્દામાલ કબજે કરાયો છે.

અનિય બનાવમાં જેતપુર શહેરમાં સગીર વયની બાળકીનું ઍક શખ્સ અપહરણ કરી ગયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેને પગલે પોલીસે સગીરાનુ અપહરણ કરી જતા શખ્સને ઝડપી લેવા માટે તપાસ શરૂ કરી હતી આ દરમિયાન પોલીસને મળેલી બાકીના આધારે ભોગ બનનાર અને આરોપીને સુરેન્દ્રનગર જિલ્લાના સરા ગામ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી સગીર વયની બાળકીઓના કોન્ટેક્ટ કરી લગ્ન કરવાની લોભામણી લાલચ આપી પ્રેમ જાળમાં ફસાવવાની મોડેસ ઓપરેટી ધરાવતો મુકેશ ઊર્ફે કલ્પેશ રમેશ છાપરા (દોલતપરા, જૂનાગઢ) સામે અમદાવાદના ચાંગોદર પોલીસ મથકમાં દુષ્કર્મનો ગુનો ગૂનો નોંધાઈ ચૂક્યો છે. હાલ તો જેતપુર સીટી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે અને સગીર વયની બાળકીને આરોપીની ચૂંગાલમાંથી છોડાવી પરિવારને સોંપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *