બેડી ગામમાં મોમાઈ અને મેલડી માતાજીના મંદિરમાં તસ્કર ત્રાટકયો, ચાંદીના છતરની કરી ચોરીના દૃશ્યો CCTVમાં કેદ

જસમતભાઈ ઘોઘાભાઈ સાજડીયા (ઉ.50) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ખેતીકામ કરે છે અને બેડીગામમાં ઘરની બાજુમાં તેમની જ્ઞાતિના કુળદેવી મોમાઈ માતાનો મઢ આવેલા છે જેમાં તેઓ સેવા-પુજા કરે છે. ગઈ તા.18ના વહેલી સવારના તેઓ માતાજીના મઢમાં દિવાબતી કરવા ગયેલ હતા અને બાદમાં મઢમાં નકુચો બંધ કરી ઘરે પરત ફરેલ હતા. બાદમાં તેમના કુટુંબી ભાઈ મોહનભાઈ ઘરે આવેલ અને જાણ કરેલ કે તેઓ મઢમાં દર્શન કરવા ગયેલ ત્યારે મઢમાં માતાજી ઉપરના છતર જોવામાં આવેલ ન હતા જેથી તેઓ બંને માતાજીના મઢ પર ગયેલ જયાં માતાજીની ઉપર રાખેલ ચાંદીનું છતર 500 ગ્રામ રૂ.35 હજાર જોવા ન મળતા કોઈ અજાણ્યો શખ્સ તે ચોરીને લઈ ગયાનું સામે આવતા ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *