કુવાડવા પાસે એસએમસીનો દરોડો

રાજકોટમાં તાજેતરમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી વિદેશી દારૂ પકડ્યા બાદ એસએમસીએ દરોડો પાડી કુવાડવા પાસેથી ટ્રકમાં ચોખાની બોરી નીચે છુપાવેલો રૂ.47.84 લાખની કિંમતનો 12598 બોટલ (600 પેટી) વિદેશી દારૂ સાથે ટ્રકને ઝડપી લઇ આ દારૂ મગાવનાર બૂટલેગર કોણ તે સહિતની ટ્રકચાલકની પૂછતાછ કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ચોટીલાથી રાજકોટ તરફ વિદેશી દારૂ ભરેલી ટ્રક આવતી હોવાની માહિતીને આધારે એસએમસીના પીએસઆઇ પટેલ સહિતે માલિયાસણ ગામ પાસે શંકાસ્પદ હાલતમાં એક ટ્રક અટકાવી તપાસ કરતાં ટ્રકમાં ચોખાની બોરી નીચે છુપાવેલો રૂ.47.84 લાખની કિંમતનો 12598 બોટલ (600 પેટી) વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે ટ્રકચાલક ભાવેશ નટુભાઇ મોરી (રહે. દરેડ,જામનગર) ની અટકાયત કરી તેની પાસેથી દારૂ, ટ્રક, રોકડ સહિત રૂ.72.91 લાખની મતા કબજે કરી હતી.

પોલીસે ટ્રકચાલક ભાવેશની પૂછતાછ કરતા તે પંજાબથી દારૂનો જથ્થો ભરી નીકળ્યા બાદ પોરબંદર તરફ જતો હોવાનું જણાવતા આ દારૂ મગાવનાર શખ્સો કોણ ? સહિતની પૂછતાછ કરી વધુ આરોપીઓને પકડી લેવા મથામણ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *