ઉપલેટામાં એલપીજી અને એસટીના ભાડા વધારાના વિરોધમાં સૂત્રોચ્ચાર

ઉપલેટા શહેર તાલુકા કોંગ્રેસના આગેવાનોએ એલપીજી અને એસટીના ભાડા વધારાના વિરોધમાં મામલતદાર કચેરીએ ધસી જઇને જોરદાર સૂત્રોચાર કરી મામલતદારને આ મુદે યોગ્ય કરવા આવેદનપત્ર આપ્યું હતું.

તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા એલપીજી ગેસમાં રૂપિયા 50નો ભાવ વધારો કરાતા તેમજ રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની એસટી બસમાં 10% નો ભાડા વધારો કરતા સરકાર સુધી લોકોનો આક્રોશ પહોંચાડવા ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા ઉપલેટા મામલતદાર કચેરી ખાતે સૂત્રોચાર કરી આવેદનપત્ર આપવામાં આવેલ હતું.

શહેર કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈએ જણાવ્યું હતું કે મંદી અને મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે એસટી બસમાં 10% નો ભાડા વધારો અને એલપીજી ગેસમાં ₹50 નો ભાવ વધારો મધ્યમ વર્ગના માણસ ઉપર કમર તોડ બોજો બની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *