વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ વધે તે હેતુથી રાજકોટમાં સ્થિત સાયન્સ સેન્ટરમાં ફન એન્ડ લર્ન વર્કશોપનું આયોજન કરાયું છે. જેમાં વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ જોડાઇ શકશે. વર્કશોપ બે તબક્કામાં યોજાશે. પ્રથમ વર્કશોપનો પ્રારંભ 29 ઓક્ટોબરથી થશે અને 3 નવેમ્બરે પૂર્ણ થશે. જેમાં વિદ્યાર્થીઓ વિજ્ઞાનની વર્ચ્યુઅલ દુનિયા નિહાળી શકશે. આ ઉપરાંત સાયન્ટિફિક એક્ટિવિટી, વર્કશોપ, સ્કાય ઓબ્ઝર્વેશન, ડોક્યુમેન્ટરી ફિલ્મ શો, આઉટ ડોર ગેમ્સ અને દિવાળી એક્ટિવિટી યોજાશે. જ્યારે વિજ્ઞાનની વર્ચ્યુઅલ દુનિયાનો પણ આનંદ લઈ શકાશે. જેમાં તેઓ વિવિધ પ્રાણીઓની ઓળખ મેળવી શકશે. તેમજ લાઇટિંગ શો પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ વર્કશોપ રિજિયોનલ સાયન્સ સેન્ટર, ઈશ્વરિયા પાર્કની બાજુમાં માધાપર ખાતે યોજાશે.
રજિસ્ટ્રેશન https://bit.ly/RSCReg પર અોનલાઈન કરાવી શકાશે. જ્યારે બીજા તબક્કામાં વર્કશોપ 12થી 17 નવેમ્બર સુધી યોજાશે. બીજા તબક્કામાં વર્કશોપમાં ભાગ લેવા રજિસ્ટ્રેશન કરાવાનું રહેશે. જેમાં મર્યાદિત સંખ્યામાં જ પ્રવેશ આપવામાં આવશે. આ વર્કશોપ વિનામૂલ્યે રહેશે. જેમાં વિજ્ઞાન-પ્રેમી તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓ વગેરે પણ જોડાઈ શકશે. વર્કશોપનો વિષય ક્રિએટિવિટી અને માઈક્રોસ્કોપની નજરે દુનિયા, બેઝિક્સ ઓફ ઈલેક્ટ્રોનિક્સ રહેશે.