રાજકોટનાં આજી-1, ભાદર-1, સહિત છ જળાશયો ફરી ઓવરફલો ​​​​​​​

રાજકોટ જિલ્લામા તથા ઉપરવાસમા વરસાદના કારણે જુદા-જુદા જળાશયોમાં પાણીની આવક થતા નીચાણ વાળા વિસ્તારોમા રહેતા લોકોને સાવચેત રહેવા તથા નદીના પટમા અવરજવર ન કરવા જિલ્લા વહિવટી તંત્ર દ્રારા અપીલ કરાઇ છે. આલણસાગર નાની સિંચાઈ યોજના, ભાદર, સૂરવો, કરમાલ, રાજકોટ પાસેની આજી-1, તથા ગોંડલી જળાશયમા પાણીની આવક થઇ છે. જે મુજબ આલણસાગર નાની સિંચાઈ યોજના ડેમ ઓવરફ્લો થવાની સ્થિતિમાં છે. નીચાણમાં આવતા જસદણ,બાખલવડ, આટકોટ, પાંચવડા તથા જસાપર ગામ લોકોને નદીના પટમાં અવર જવર ન કરવી નહી. ગોંડલ પાસે આવેલ ભાદર જળાશયમા 20 દરવાજા 1.83 મીટર ખોલાયા છે. જેથી ધોરાજીના ભૂખી, વેગડી ગોંડલ, ઉમરકોટ, ભંડારીયા, ખંભાલીડા, મસીતળા, નવાગામ,નિલાખા, જામ કંડોરણા, ઇશ્વરિયા,તરડવા સહિતના ગામોને એલર્ટ કરાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *