રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ ગ્રામ્ય પોલીસ અધિક્ષક હિમકરસિંહ તથા મદદનીશ પોલીસ અધિક્ષક સિમરન ભારદ્વાજ એ દારૂ તથા જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા આપેલી સુચના અન્વયે ધોરાજી પો.ઇન્સ. એલ.આર.ગોહિલ તથા સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે ઉમરકોટ ગામે દરોડો પાડીને રહેણાક મકાનમાં બહારથી માણસો બોલાવી ગંજીપતા વડે તીનપતિનો જુગાર રમતા રાજેશનાથ શાંતિલાલ , મુકેશનાથ મેરૂનાથ ,કેશુનાથ મેરૂનાથ, સુરેશનાથ કેશુનાથ , રામનાથ ચકુનાથ, ભીખુનાથ ચતુરનાથને રૂ 12હજારનાં મુદામાલ સાથે ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કેસની કાર્યવાહી માં ધોરાજી તાલુકા પોલીસ મથકનાં પીઆઈ એલ.આર.ગોહિલ, મનીષભાઇ વરૂ, વિજયસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ પઢીયાર, જગદીશભાઇ સુવાણ, ઇશીતભાઇ માણાવદરીયા સહિતના પોલીસ સ્ટાફે કામગીરી હાથ ધરી હતી.