રાજકોટમાંથી વધુ છ બાંગ્લાદેશીને ડિટેન કરાયા, એજન્સીની પુછપરછ

પહેલગામમાં આતંકી હુમલા બાદ દેશભરમાં ઘૂસણખોરોને પકડી લેવા પોલીસના સર્ચ ઓપરેશન બાદ રાજકોટ પોલીસે રામનાથપરા, સોનીબજાર સહિતના વિસ્તારોમાં સર્ચ કરવામાં આવ્યા હતા જેમાંથી વધુ છ બાંગ્લાદેશી શખ્સને પકડી લઇ કુલ 21 શખ્સને ડિટેન કરી તેની પૂછતાછ કરી વિશેષ કાર્યવાહીકરી છે.

રાજકોટમાં ઘૂસણખોરી કરી રહેલા બાંગ્લાદેશી-પાકિસ્તાનીઓને પકડી લેવા પોલીસે 35 ટીમો બનાવી હતી અને રામનાથપરા, ભગવતીપરા, જંગલેશ્વર, અટિકા, રૈયા રોડ સહિતના વિસ્તારોમાંથી એક હજારથી વધુ લોકોની ચકાસણી કરી હતી જેમાં 13 બાંગ્લાદેશીઓ પકડાયા હતા. જેમાં અલગ-અલગ એજન્સીઓ મારફતે તેની પૂછતાછ કરવામાં આવી હતી. દરમિયાન પોલીસે વધુ આઠ જેમાં છ મહિલાઓ સહિત આઠ બાંગ્લાદેશીઓની ડિટેન કરવામાં આવ્યા છે. જેમાં કુલ આંકડો 21 થયો હોવાનું બહાર આવ્યું હતું.

શહેરમાં શનિવારથી પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના આદેશથી તમામ પોલીસ મથક તેમજ ક્રાઇમ બ્રાંચ, એસઓજી,પીસીબી સહિતની 35 ટીમો બનાવી અલગ-અલગ વિસ્તારોમાંથી એક હજાર જેટલા શંકાસ્પદ શખ્સની તપાસ કરી હતી, બાદમાં મહિલાઓ સહિત 13 બાંગ્લાદેશીઓને ડિટેન કર્યા બાદમાં પોલીસ તરફથી સર્ચ દરમિયાન વધુ શખ્સ મળી આવ્યા હતા જેમાં એસઓજીની ટીમે 12, એલસીબી ઝોન-1એ 2, બી-ડિવિઝન પોલીસે 02, યુનિવર્સિટી પોલીસે 02, થોરાળા 02, આજીડેમ પોલીસે 2 મળી કુલ 21ની અટકાયત કરી છે. પૂછતાછમાં બાંગ્લાદેશીઓ ઘૂસણખોરી કરી ગુજરાત બાદ રાજકોટ આવ્યા હતા અને મજૂરીકામ કરતા હોવાનું બહાર આવ્યું હતું. બાદમાં વધુ બે અને શુક્રવારે છ બાંગ્લાદેશીઓની અટકાયત કરી હતી. બાદમાં તમામ ઘૂસણખોરોની સુરક્ષા એજન્સીઓ દ્વારા પૂછતાછ કરી તમામને ડિપોર્ટ કરી પરત તેમના વતનમાં મોકલી દેવાની કાર્યવાહી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *