રાજકોટ જિલ્લામાં ગુનાખોરી અટકાવવા પોલીસ એક્શનમાં આવી હોય તેમ મેટોડાના મોટાવડા ગામની સીમમાં આવેલા વિલામાં હાઇપ્રોફાઇલ જુગારધામ ચાલતું હોવાની માહિતીને આધારે ડીવાયએસપી સહિતે દરોડો પાડી રાજકોટની પાંચ મહિલા સહિત 11 શખ્સને ઝડપી લઇ તેની પાસેથી રૂ.1.20 લાખની રોકડ, ત્રણ કાર, નવ મોબાઇલ, ટોકન સહિત રૂ.15.56 લાખની મતા કબજે કરી વિશેષ કાર્યવાહી કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મેટાડા નજીક મોટાવડાની સીમમાં ઇન્ટિમેન્ટ વિલામાં હાઇ પ્રોફાઇલ જુગારધામ ચાલતો હોવાની માહિતીને આધારે નવનિયુક્ત ડીવાયએસપી રાણા તેમજ પીએસઆઇ ગોહિલ સહિતના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા સાવન ભરતભાઇ લાલ (રહે. શીતલ પાર્ક),વિજય મુકેશભાઇ રાણપરા (રહે.પ્રહલાદ પ્લોટ),પ્રતિક પ્રદીપભાઇ પટેલ (રહે.અક્ષરનગર),જય કેતનભાઇ રાજદેવ (રહે.યાજ્ઞિક રોડ જિતેન્દ્ર ડાઇનિંગ હોલ),હિમાંશુ અશ્વિનભાઇ આડેસરા (રહે.શ્રીનાથજી એપાર્ટમેન્ટ),કૌશિક રમેશભાઇ ચૌહાણ (રહે.લક્ષ્મીવાડી),પ્રિયાબેન વિજયભાઇ રાણપરા (રહે.પ્રહલાદ પ્લોટ),ખુશ્બુબેન પ્રતિકભાઇ પટેલ (રહે.અક્ષરનગર), શ્રદ્ધાબેન અશોકભાઇ ચૌહાણ (રહે.મોચીનગર),ભાવનાબેન ચેતનભાઇ રાજાણી (રહે.બાલમુકુંદ સોસાયટી) ને ઝડપી લઇ તેની પાસેથી રૂ.1.20ની રોકડ, ત્રણ કાર,9 મોબાઇલ, ટોકન સહિતની મતા કબજે કરી હતી.