‘SIR’ની કામગીરીથી પરિવારની યાદ આવતા ત્રંબામાં પુજારીનો આપઘાત

રાજકોટ ભાવનગર હાઇવે પર ત્રંબા ગામે આવેલા જુના પાદર હનુમાનજી મંદિરમાં વર્ષોથી રહી સેવા-પૂજા કરતાં મુળ હરિયાણાના ઉદયરામ શિવરામદાસ વૈષ્‍ણવ (ઉ.વ.55)એ ગઇકાલે સાંજે મંદિરના રૂમમાં પંખામાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સેવક મંદિરે આટો મારવા આવ્‍યા ત્‍યારે પૂજારી મંદિરમાં જોવા ન મળતાં તે પૂજારીના રૂમ તરફ ગયા ત્યારે દરવાજો બંધ હતો જે ખખડાવવા છતાં ખોલાતાં ન હતા જેથી ટ્રસ્‍ટીઓને જાણ કરી હતી. ગામલોકો દોડી આવતા બધાએ મળી દરવાજો તોડીને જોતાં અંદર પૂજારી ઉદયરામ વૈષ્‍ણવ લટકતા જોવા મળ્યા હતા.

બનાવ અંગે જાણ થતા 108ના EMTએ તપાસી મૃત જાહેર કરી આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક ઉદયરામ 25 વર્ષ પહેલા સંસાર છોડી ચુક્‍યા હતાં. તેમના પરિવારજનો હરિયાણામાં રહે છે. પોતે વર્ષોથી અહિ જ મંદિરે રહી સેવા પૂજા કરતાં હતાં. આપઘાત કરતા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી જેમાં પોતાને સગા પરિવારની યાદ આવતાં દુઃખી થઇ જવાથી પગલુ ભરી રહ્યાનું લખ્યું હતું. જેથી પોલીસે સુસાઇડ નોટ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મતદાર નોંધણી અંતર્ગત SIR કામગીરી શરૂ થઇ તેમાં પૂજારીને અપાયેલા ફોર્મમાં તેમના પરિવારજનોના નામ પણ લખવાના હતા જેથી તેમને પોતાના પરિવારજનોની યાદ આવી હતી. આ કારણે તેઓ ઉદાસ રહેતા હતા.

કુચિયાદડ GIDCમાં ટ્રક નીચે કચડાઈ જતાં વૃદ્ધ ચોકીદારનું મોત બામણબોર ગામે રહેતા અને કુચિયાદડ GIDCમાં આવેલા આલ્ફા કોસ્ટોવેર નામના કારખાનામાં ચોકીદાર તરીકે નોકરી કરતા વિનુભાઇ હરજીભાઇ ગોહીલ (ઉ.વ.67) નામના વૃદ્ધ ગઇ તા. 25ના રાત્રે નાઇટ ડ્યુટીમાં ચોકીદાર તરીકે ફરજ પર હતા દરમિયાન ગઈકાલે સવારે છ વાગ્યા આસપાસ ટ્રક આવતા તેઓ કારખાનાનો મેઇન ગેઇટ ખોલી ટ્રકને કારખાનામાં લેવડાવતા હતા, ત્યારે વૃદ્ધ ટ્રક અડફેટે ચડી ગયા હતા અને ટ્રકનું વ્હીલ માથે ચડી જતા તેમનો ડાબો હાથ અને પગ છુંદાઇ જતા ઘટના સ્થળે જ તેમનુ મોત નીપજ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *