રાજકોટ જિલ્લાના 7 જળાશયોમાં છેલ્લા 24 કલાકમાં નવા નીરની નોંધપાત્ર આવક

​​​​​​​રાજકોટ જિલ્લાના 7 જળાશયોમાં છેલ્લા 24 કલાકમાં નવા નીરની નોંધપાત્ર આવક થઈ છે. રાજકોટ સિંચાઈ વર્તુળ પૂર એકમની યાદીમાં જણાવાયા મુજબ ભાદર ડેમમાં 0.03 ફૂટ, મોજ ડેમમાં 0.59 ફૂટ, ફોફળ ડેમમાં 0.00 ફૂટ, આજી-3 ડેમમાં 0.43 ફૂટ, સોડવદર ડેમમાં 0.33 ફૂટ, ન્યારી-2 ડેમમાં 0.10 ફૂટ અને છાપરવાડી-2 ડેમમાં 0.00 ફૂટ નવા નીર આવ્યા છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો, અત્યાર સુધીમાં આવેલા નીરના કારણે ભાદર ડેમ ભાદર ડેમ 27.71 ટકા, મોજ ડેમ 90 ટકા, ફોફળ ડેમ 100 ટકા, આજી-3 ડેમ 46.64 ટકા, સોડવદર ડેમ 74.35 ટકા, ન્યારી-2 ડેમ 82.32 ટકા અને છાપરવાડી- 2 ડેમ 42.23 ટકા ભરાયો છે. હાલ આજી-2 ડેમનો એક દરવાજો 0.075 મીટર, ફોફળ 0.5 મીટર ઓવર ફ્લો, જ્યારે વેણું-2નાં ત્રણ દરવાજા 0.45 મીટર ખુલ્લા છે. તથા ભાદર-2ડેમનો બે દરવાજા 0.15 મિટર ખુલ્લા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *