સાયણ ટાઉનની પૂર્વ પટ્ટીમાં સોનુ ટી તથા કરીયાણાના દુકાનદારને દુકાનમાં જ છાતીમાં દુઃખાવો થતાં મોત થયુંછે. મુળ બિહારના 55 વર્ષીય રામજી મહેતા હાલમાં કઠોર રોડ પર જીવનધારા આર્કેડમાં સોનું ટી તથા કરીયાણા સ્ટોર્સ નામની દુકાન ચલાવતા હતાં.
તેઓ ગુરૂવારે સવારના સુમારે પોતાની દુકાનમાં હાજર હતાં, તે વખતે તેમને 8:30 કલાકે અચાનક છાતીમાં અસહ્ય દુ:ખાવો શરૂ થયો હતો.જેથી તેમની પત્ની સવિતાદેવી તથા પુત્ર 108 એમ્બયુલન્સમાં સારવાર અર્થે સાયણ ખાતેના સરકારી દવાખાનામાં લઇ ગયા હતાં. જયાં ફરજ પરના તબીબે રામજી ભાઈને તપાસી મૃત જાહેર કર્યા હતાં. આ મામલે મૃતકની પત્ની સવિતાદેવીએ પોતાના પતિનું મરણ છાતીમાં દુઃખાવાથી થયું હોવા બાબતે ઓલપાડ પોલીસને જાણ કરી હતી. હાર્ટએટેકથી મોત થયાની શકયતા વ્યકત કરાઇ છે.