બાંગ્લાદેશથી ભાગેલા શેખ હસીના હાલ ભારતમાં જ રહેશે

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના ભારતમાં થોડા દિવસ રોકાઈ શકે છે. બ્રિટનમાં આશ્રય મેળવવાની તેમની આશાઓ ધૂંધળી લાગે છે. ત્યાંની સરકારે સંકેત આપ્યો છે કે બ્રિટન પહોંચવા પર બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શનને કારણે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી શકે છે.

ન્યૂઝ એજન્સી PTIના જણાવ્યા અનુસાર શેખ હસીનાને હાલમાં સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તે જ સમયે, કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, અમેરિકાએ શેખ હસીનાના વિઝા રદ કરી દીધા છે.

બીજી તરફ બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને સંસદ ભંગ કરી દીધી છે. દેશની પૂર્વ PM ખાલિદા ઝિયાને પણ મુક્ત કરવામાં આવી છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ મંગળવારે બપોરે 3 વાગ્યા સુધીમાં સંસદ ભંગ કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું.

બાંગ્લાદેશમાં વડાપ્રધાન શેખ હસીના વિરુદ્ધ બે મહિનાના લાંબા વિરોધ પ્રદર્શનમાં સોમવારે ઘણી હિંસા થઈ હતી. આ પછી તેણીએ પદ પરથી રાજીનામું આપી દીધું અને ભારત પહોંચી ગઈ. NSA અજીત ડોભાલે હિંડન એરબેઝ પર લગભગ એક કલાક સુધી તેમની સાથે વાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *