મનપાની મંજૂરી વગર ખડકાયા શેડ અને ગેરેજ, વાવડીમાં ડિમોલિશન

રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખાએ શહેરભરમાં ગેરકાયદે થયેલા બાંધકામો સામે કાર્યવાહી ફરી તેજ કરી છે. જેમાં મંજૂરી વગર ખડકાયેલા શેડ તેમજ અનામત પ્લોટ પરના ઝૂંપડાઓ દૂર કરવામાં આવ્યા છે.

મનપાના જણાવ્યા અનુસાર વાવડી કાંગશિયાળી રોડ પર રસૂલપરા સ્કૂલ સામે વિનુ પરસાણા નામના શખ્સે મંજૂરી વગર ઔદ્યોગિક શેડનું બાંધકામ શરૂ કર્યું હતું. જેને 260(1)ની નોટિસ અપાઈ હતી અને ત્યારબાદ 260(2)ની નોટિસ અપાઈ હતી આમ છતાં પરસાણાએ દબાણ દૂર ન કરતાં મનપાએ 850 ચોરસ મીટરમાં બાંધેલા શેડ પર મનપાનું બુલડોઝર ફરી વળ્યું હતું. આ જ વિસ્તારમાં રિયાઝ નામના શખ્સે ગેરેજ બનાવ્યું હતું ત્યાં પણ નોટિસ આપ્યા બાદ 260 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. ટી.પી. સ્કીમ આવ્યા બાદ મનપાને અલગ અલગ હેતુના પ્લોટ મળે છે. જોકે આ હેતુના પ્લોટ ખુલ્લા રાખતા તેમાં દબાણો થઈ જાય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર કિડની હોસ્પિટલ પાસેના મનપાના બે પ્લોટમાં ગેરકાયદે ઝૂંપડાઓ બંધાઈ જતા ત્યાં ઝૂંપડાઓ દૂર કરી 6000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *