SGST નંબરના ઑટો રજિસ્ટ્રેશન માટે ભારે ધસારો, રાજકોટ ડિવિઝનમાં એક માસમાં 650થી વધુ અરજી

રાજ્ય સરકાર દ્વારા રૂલ્સ 14 એ મુજબ સ્ટેટ જીએસટી નંબરના ઑટો રજિસ્ટ્રેશનની સુવિધાનો વેપારીઓની સુવિધા માટે પ્રારંભ કરવામાં આવ્યો છે અને પ્રથમ માસમાં રાજકોટ ડિવિઝનમાં 650 જેટલા વેપારીઓએ એસજીએસટી ઑટો રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેમાં 5 રજિસ્ટ્રેશન શંકાસ્પદ જણાતા તે રદ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સ્ટેટ જીએસટી રાજકોટ ડિવિઝનના જોઈન્ટ કમિશનર એમ.એ.પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, રૂલ્સ 14A ને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ રુલ્સ,2017માં નવા નિયમ તરીકે સમાવવામાં આવ્યો છે અને 1લી નવેમ્બરથી ઑટો રજિસ્ટ્રેશનની અમલવારી કરવામાં આવી છે. આ નિયમ ખાસ એવા લોકો (વ્યવસાયો) માટે છે, જેઓ તેમના મૂળ નિકાલ ટેક્સની જવાબદારીઓ એટલે કે સપ્લાય ઓફ ગુડ્સ/સર્વિસિસ ટુ રજિસ્ટર્ડ પર્સન (B2B)નું સેલ્ફ આકારણી કરે કે તે રૂ.2.5 લાખ પ્રતિ મહિનાથી ઓછું રહેશે. જો પણ B2C supply હોય, તો લિમિટેશન લાયાબિલિટી બેઇઝ્ડ છે, છતાં રજિસ્ટ્રેશન માટે Rule 14A એપ્લિકેબલ છે.

ખાસ કરીને નાના અથવા લો રિસ્ક વેપારીઓ માટે છે.આ યોજના હેઠળ રાજકોટમાં એક મહિનામાં 650 જેટલા વેપારીઓએ ઑટો રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં 5 વેપારીના દસ્તાવેજ અપૂરતા અને શંકાસ્પદ હોય તેમના રજિસ્ટ્રેશન રદ કરવા પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

વેપારીઓને ચૂકવવી પડતી તગડી ફી બચશે અત્યાર સુધી વેપારીઓને જીએસટી નંબર લેવા માટે કન્સલ્ટન્ટને રૂ.25 હજારથી લઈને રૂ.1 લાખ જેટલી તગડી ફી ચૂકવવી પડતી હતી અને આ સિવાય ઘણીવખત અમુક ભ્રષ્ટ અધિકારીઓને અલગથી ચાંદલો કરવો પડતો હતો જે રકમ હવે બચશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *