સાત મિત્ર પૈસાની બચત કરી બાળકોના અભ્યાસ અને વૃદ્ધાશ્રમના વડીલો માટે તે રકમનો ખર્ચ કરે છે

બાળપણથી જ સાથે રમેલાં અને ઉછેર થયેલા સાત મિત્ર પરિવાર સાથે બેઠા હતા અને કોઈ બાબત પર ચર્ચા ચાલતી હતી જ્યાં બધા પોતાના કામધંધા અને પૈસા કમાવવાની વાત કરતા હતા સાથે એક એવો વિચાર રજૂ થયો કે, આપણે કમાઈએ છીએ એ આપણી અને પરિવારની જરૂરિયાત માટે તો છે જ પણ સમાજને કંઈક પાછું આપવું એ પણ આપણી ફરજ છે. વર્ષ 2012માં અમે નક્કી કર્યું કે એવું કંઇક કરવું છે જેમાં મદદ કોઇની થાય અને આનંદ આપણને આવે એટલે કે આપવાનો આનંદ જોય ઓફ ગિવિંગ. તે માટે વ્યવસાયમાંથી પૈસાની બચત કરી તે રકમનો ખર્ચ બાળકોના અભ્યાસ અને વૃદ્ધાશ્રમના વડીલો માટે કરવાનું શરૂ કર્યું.

કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમના ભૂલકાંઓને રાજકોટ સ્થિત ફન વર્લ્ડમાં અલગ અલગ રાઈડની મજા માણવા લઇ જઇએ સાથે સ્વાદિષ્ટ જમણવાર પણ કરાવી જેથી તેમને પણ આનંદ આવે. તેમજ રાજકોટની અલગ અલગ વિસ્તારની ઝૂંપડપટ્ટીના બાળકોને તથા સરકારી શાળાના બાળકોને તહેવારોમાં નવા રમકડાં, નવા કપડાં, શાળા સત્રની શરૂઆતમાં સ્કૂલ બેગ, યુનિફોર્મ તથા નોટબુક વગેરે જેવી ઉપયોગી વસ્તુઓ અપાય છે. આ બધા કાર્યોમાં 600 જેટલા બાળકોને આવરી લેવાયા છે. આ ઉપરાંત વૃદ્ધાશ્રમના વડીલોને ફિલ્મ પણ બતાવાય કોઈ સંસ્થામાં અનાજ કરિયાણાની જરૂરિયાત હોય તેઓને ખૂટતું પૂરું પાડવું, આ પ્રકારના સેવા કાર્યો કરી લોકોને મદદરૂપ થવા પ્રયત્નો કરીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *