શુક્રવાર, 20 મેના રોજ, સેન્સેક્સ 1046 પોઈન્ટ વધીને 82,408 પર બંધ થયો. નિફ્ટી પણ 319 પોઈન્ટ વધીને 25,112 પર બંધ થયો.
સેન્સેક્સના30 શેરોમાંથી 27 શેરમાં તેજી અને ૩ ઘટ્યા હતા. એરટેલ, નેસ્લે ઇન્ડિયા, M&M સહિત 14 શેરોમાં 1 થી 3.2% નો વધારો થયો. મારુતિ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને એક્સિસ બેંકમાં નજીવો ઘટાડો રહ્યો.
સકારાત્મક વૈશ્વિક સંકેતો: ગ્લોબલ માર્કેટમાં તેજી, ખાસ કરીને યુએસ-ચીન વેપાર વાટાઘાટો, એ આશાઓ જગાવી છે. આનાથી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે.
મજબૂત સ્થાનિક રોકાણ: વિદેશી રોકાણકારો (FII) અને સ્થાનિક રોકાણકારો (DII) દ્વારા સતત ખરીદીથી બજારને ટેકો મળી રહ્યો છે. જૂનમાં DII એ ₹59,836.18 કરોડની નેટ ખરીદી કરી હતી.
સેક્ટોરલ પરફોર્મસ: બેંકિંગ, આઇટી અને રિયલ્ટી જેવા મુખ્ય સેક્ટર્સમાં ખરીદીથી સેન્સેક્સ અને નિફ્ટી વધ્યા.
ભૌગોલિક રાજકીય તણાવની અસર નહીં: ઇઝરાયલ-ઈરાન તણાવ અને અન્ય ભૂ-રાજકીય તણાવને બજાર દ્વારા અવગણવામાં આવ્યા હતા, જે જોખમ ટાળવામાં ઘટાડો દર્શાવે છે.