સેન્સેક્સ 1414 પોઈન્ટ ઘટીને 73,198 પર બંધ

શુક્રવારે (28 ફેબ્રુઆરી), સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે, સેન્સેક્સ લગભગ 1400 પોઈન્ટ્સ (1.86%) તૂટ્યો છે. તે 73,198 ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી પણ લગભગ 420 પોઈન્ટ (1.8%) ઘટીને 22,124ના સ્તરે બંધ થયો હતો.

BSE સ્મોલ કેપ 1,028 પોઈન્ટ (2.33%) ઘટીને 43,082 પર બંધ થયો હતો. મિડ કેપ પણ 853 પોઈન્ટ (2.16%) ઘટીને 38,592ના સ્તરે બંધ થયો.

સેન્સેક્સના 30 શેરોમાંથી 29 ઘટ્યા અને માત્ર 1માં તેજી રહી. નિફ્ટીના 50 શેરોમાંથી 45માં ઘટાડો અને માત્ર 5માં તેજી રહી. NSEના તમામ સેક્ટોરલ ઈન્ડેક્સમાં આજે ઘટાડો જોવા મળ્યો.

સૌથી મોટો ઘટાડો નિફ્ટી ITમાં 3.27%, ઑટોમાં 2.65%, મીડિયામાં 2.50%, સરકારી બેંકોમાં 2.05% અને મેટલમાં 1.82% છે. આ સિવાય ફાર્મા, બેંકિંગ, એફએમસીજી અને ફાઇનાન્શિયલ સેવાઓમાં 1% સુધીનો ઘટાડો છે.

શેરબજારમાં વેચવાલીથી રોકાણકારોની સંપત્તિમાં રૂ. 7.5 લાખ કરોડનો ઘટાડો થયો છે. શુક્રવાર, 28 ફેબ્રુઆરીએ સવારે 10 વાગ્યે BSE પર લિસ્ટેડ કંપનીઓનું એકંદર માર્કેટ કેપ 385 લાખ કરોડ રહી હતી. 27 ફેબ્રુઆરીએ તે અંદાજે રૂ. 393 લાખ કરોડ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *