રાજકોટ જિલ્લાના જેતપુરમાં નવાગઢ ધાર વિસ્તારમાં જેતપુર શાળા નં. 15માં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ સિંહના મ્હોરા પહેરી સિંહ અંગેની જાગૃતિ રેલીનું આયોજન કર્યું હતું. જે માટે મહેમાન તરીકે અસ્મિતાબેન બોરખાતરિયા (સી. આર. સી), જેતપુર મેડિકલ સ્ટાફ અને જેતપુર શાળા નં. 15ના આચાર્યા સ્વાતિબેન ગોસ્વામી સાથે તમામ સ્ટાફ, તમામ વાલીગણ અને બહોળી સંખ્યામાં બાળકો હાજર રહ્યા હતા.