ગુજરાતમાં સ્કૂલ વાહનચાલકોની હડતાલ

સ્કૂલોમાં વેકેશન ખૂલતાની સાથે જ વાલીઓ માટે મુશ્કેલી જોવા મળી રહી છે. કારણ કે ગુજરાતભરમાં સ્કૂલ વાહનના એસોસિયેશન દ્વારા હડતાલનો નિર્ણય લેવાયો છે. ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ વિભાગ દ્વારા પાસિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના કારણે સ્કૂલ વાહન એસોસિયેશને આજે હડતાલ પર ઊતરવાનો નિર્ણય લીધો છે. જેની અસર સુરતમાં જોવા મળી રહી છે. આજે વહેલી સવારે વરસાદ વચ્ચે વાલીઓ બાળકોને સ્કૂલે છોડવા માટે આવ્યા હતા. નોકરિયાત વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. એક વાલીએ જણાવ્યું હતું કે, ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. જ્યારે વડોદરામાં સ્કૂલ વાહનચાલકો હડતાલમાં જોડાયા નથી અને વિદ્યાર્થીઓને સ્કૂલે મૂકવા આવ્યા હતા.

અમદાવાદમાં પણ આજથી સ્કૂલ વરધી એસોસિયેશન હડતાલ પર ઊતર્યું છે. જેના કારણે વાલીઓએ પોતાનાં બાળકોને જાતે સ્કૂલે મૂકવા આવવું પડ્યું હતું. જેના કારણે વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે. સ્કૂલની બહાર ટ્રાફિકજામનાં દૃશ્યો અને વાલીઓનાં વાહનોની લાંબી લાઈન જોવા મળી હતી. જ્યારે વરધી એસોસિયેશનનું કહેવું છે કે, અમે દિલગીર છીએ પરંતુ સરકારે અમને મુદત આપવી જોઈએ. એક વાલીએ જણાવ્યું હતું કે, સ્કૂલવાનમાં 7ને બદલે 14 બાળકો બેસાડાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *