ચંદીગઢ મેયરની ચૂંટણીને લઈને મંગળવારે (20 ફેબ્રુઆરી) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે AAP-કોંગ્રેસના ઉમેદવારને મેયર તરીકે જાહેર કર્યા હતા અને ભાજપના ઉમેદવારની જીતને રદ કરી હતી. ચૂંટણી અધિકારી (રિટર્નિંગ ઓફિસર)ને નોટિસ આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે અધિકારી જૂઠું બોલે છે.
નિયમો અનુસાર, મતદાન સમયે, દરેક સભ્યએ જે ઉમેદવારને મેયર તરીકે ચૂંટવા માંગતા હોય તેની સામે બેલેટ પેપરની જમણી બાજુએ ક્રોસ ચિહ્ન લગાવવાનું હતું.
આ સમગ્ર મામલો 8 જેટલા બેલેટ પેપરનો છે, જેને ગેરકાયદે જાહેર કરવામાં આવ્યા હતા. આ તમામ 8 મતપત્રોમાં AAP ઉમેદવારનું નામ સૌથી ઉપર અને ભાજપના ઉમેદવારનું નામ સૌથી નીચે હતું.
તપાસ બાદ જાણવા મળ્યું કે આ બેલેટ પેપરમાં AAP ઉમેદવારની તરફેણમાં વોટ પડ્યા હતા. ચૂંટણી અધિકારી મસીહે તેની પર શાહીથી નિશાન કર્યું હતુ.
ચૂંટણી અધિકારીએ જાણી જોઈને 8 બેલેટ પેપરને ખરાબ કરવાનું કામ કર્યું હતુ. કોઇ પણ બેલેટ પેપર ખરાબ ન હતું.
આ પ્રવૃત્તિથી તેમણે (અનિલ મસીહ) મેયરની ચૂંટણીના પરિણામો બદલી નાખ્યા. તેમણે કોર્ટમાં સતત ખોટું બોલ્યું, જેના માટે તે જવાબદાર છે.