સૌરાષ્ટ્રને સૌની યોજના અન્વયે નર્મદાના નીરનો 16,150 MCFT જથ્થો અપાશે

સૌરાષ્ટ્રમાં ઉનાળામાં ધોમધખતા તાપમાં પણ પીવાના પાણી તેમજ સિંચાઈ માટે તમામને પૂરતું પાણી મળી રહે તે માટે નર્મદા મુખ્ય નહેર આધારિત પાઈપલાઈનો મારફત સૌરાષ્ટ્ર વિસ્તાર તથા ઉત્તર ગુજરાત વિસ્તાર માટે પીવાના તથા પૂરક સિંચાઈના હેતુસર કુલ 30,689 એમ.સી.એફ.ટી.(869.02 એમ.સી.એમ. / 0.70 એમ.એ.એફ.) નર્મદાના પાણીના જથ્થાની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

સૌરાષ્ટ્રને કુલ 16,150 MCFT પાણીનો જથ્થો નર્મદામાંથી મળશે રાજ્ય સરકારના આ નિર્ણયથી સૌરાષ્ટ્ર વિસ્તારને- સૌની યોજના અંતર્ગત પીવાના પાણી માટે 3,120 એમ.સી.એફ.ટી. તથા સિંચાઈ માટે 13,030 એમ.સી.એફ.ટી. એમ કુલ 16,150 એમ.સી.એફ.ટી.( 457.32 એમ.સી.એમ./0.37 એમ.એ.એફ.) પાણીનો જથ્થો નર્મદામાંથી આપવામાં આવશે. આમ સરકાર દ્વારા નર્મદાના નીરથી ઉનાળામાં પણ લોકોને ઘર-ઘર સુધી પૂરતું પાણી પહોંચાડવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *