સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું વર્ષ 2025-26 માટે રૂ.201.26 કરોડનું બજેરજાહેર કરવામાં આવ્યું છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બજેટનું કુલ કદ રૂ.201.26 કરોડ છે જેમાં સરકારી ગ્રાન્ટ તથા સ્વભંડોળની આવક ખર્ચનો સમાવેશ થાય છે, બજેટ રૂ.12.58 કરોડની પુરાંત સાથે રજૂ કરવામાં આવ્યું છે.
છેલ્લા 5 વર્ષના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બજેટનું એનાલિસિસકરવામાં આવે તો5 વર્ષમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું બજેટ 160.80 કરોડથી વધીને 201.26 કરોડ થઇ ગયું છે. એટલે કે યુનિવર્સિટીનું બજેટ ઘટ્યું છે પરંતુ ગ્રેડ ઘટ્યો છે.NEP – 2020ના વધુ અસરકારક અમલ માટે કુલ રૂ.90 લાખની ફાળવણી કરી છે.સ્પોર્ટ્સમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તથા નેશનલ લેવલ પર વિદ્યાર્થીઓ આગળ આવે તે માટે સ્પોર્ટ્સનું બજેટ વધાર્યું છે.
યુનિવર્સિટી વિકાસ ફંડ હેઠળ વિદ્યાર્થીઓને લગતી જુદી-જુદીપ્રવૃત્તિઓ માટે અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. સરકારમાં ફરજ બજાવતા ચાલુ નોકરી દરમિયાન અવસાન પામનાર વર્ગ 3 અને 4ના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ચૂકવવામાં આવતી ઉચ્ચક નાણાકીય સહાયની યોજનામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરજ બજાવતા ચાલુ નોકરી દરમિયાન અવસાન પામનાર કર્મચારીઓના આશ્રિત કુટુંબને યુનિવર્સિટીના વિકાસ ફંડમાંથી ઉચ્ચક નાણાકીય સહાયનું ચૂકવણું કરવા રૂ. 70 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. સ્ટુડન્ટ્સ અવેરનેસ પ્રોગ્રામ માટે 10 લાખ, એમઓયુ સંબંધિત પ્રવૃત્તિ માટે 5 લાખ, ગૌ કૃષિ વિદ્યાકેન્દ્ર માટે 7 લાખ, વાઇબ્રન્ટ ગુજરાત માટે 10 લાખ, પર્યાવરણ જાગૃત્તિ પ્રોગ્રામ માટે 5 લાખ ફાળવ્યા છે.