સંજુએ કહ્યું- હું T20 વર્લ્ડ કપની ફાઈનલ રમવાનો હતો

ભારતીય વિકેટકીપર-બેટર સંજુ સેમસને તાજેતરમાં કહ્યું હતું કે તે નક્કી કરવામાં આવ્યું છે કે તે T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલમાં રમશે. પરંતુ ટૉસની 10 મિનિટ પહેલા રોહિત શર્માએ તેને કહ્યું કે તે ટીમની બહાર છે.

સંજુએ વિમલ કુમારની યુટ્યુબ ચેનલ પર આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, હું આનાથી નિરાશ થયો હતો, પરંતુ રોહિત શર્માના સમજાવવાની રીતને કારણે હું સંમત થઈ ગયો અને તેના પ્રત્યે મારું સન્માન વધુ વધ્યું. સેમસન આ દિવસોમાં રણજી ટ્રોફીમાં કેરળ તરફથી રમી રહ્યો છે.

મને ફાઈનલની સવારે તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું હતું તાજેતરમાં જ T-20માં પોતાની પ્રથમ સદી ફટકારનાર સંજુએ કહ્યું, ‘મને ફાઈનલમાં સવારે બાર્બાડોસમાં રમવાની તક મળી રહી હતી. મને તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું. હું તૈયાર હતો પરંતુ ટૉસ પહેલાં મને કહેવામાં આવ્યું હતું કે અમે કોઈપણ ફેરફાર કર્યા વિના જઈશું. હું આનાથી નિરાશ થયો. વોર્મ-અપ ચાલતું હતું ત્યારે રોહિત ભાઈ આવ્યા અને મને એક બાજુ લઈ ગયા અને મને સમજાવવા લાગ્યા કે હું આવો નિર્ણય કેમ લઈ રહ્યો છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *