સેમ સેક્સ મેરેજને માન્યતા નહીં

સમલૈંગિક કપલને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે સમલૈંગિક લગ્નને માન્યતા આપવાનો ઈનકાર કરી દીધો છે. CJIએ કહ્યું હતું કે આ સંસદના અધિકારક્ષેત્રનો મામલો છે. તેમણે કેન્દ્ર સરકારને સમલૈંગિકોના અધિકારો માટે યોગ્ય પગલાં ભરવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. આજે દેશભરમાં તમામની નજર સમલૈંગિક લગ્નને માન્યતા આપવાની અરજીઓ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર કેન્દ્રિત હતી. સુપ્રીમ કોર્ટ પહેલાંથી જ સમલૈંગિક સંબંધોને કાયદેસર જાહેર કરી ચૂકી છે. જ્યારે 11 મે, 2023ના રોજ 10 દિવસની લાંબી સુનાવણી પછી સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે આ અંગે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો, હવે માત્ર નિર્ણયની રાહ જોવાઈ રહી હતી.

સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવા અંગે સુપ્રીમ કોર્ટમાં 5 જજની બંધારણીય બેંચે પોતાનો અલગ-અલગ ચુકાદો આપ્યો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું હતું કે આ કોર્ટ કાયદો બનાવી શકતી નથી, તે માત્ર એનું અર્થઘટન અને અમલ કરી શકે છે. સ્પેશિયલ મેરેજ એક્ટની જોગવાઈઓમાં ફેરફારની જરૂર છે કે કેમ એ નક્કી કરવાનું કામ સંસદનું છે.

સમલૈંગિક લગ્નને સમર્થન આપતા અરજદારોએ તેને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ નોંધણી કરાવવાની માગણી કરી હતી, સાથે જ કેન્દ્ર સરકારે એને ભારતીય સમાજ વિરુદ્ધ ગણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી 21 અરજીમાં અરજદારોનું કહેવું છે કે 2018માં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે સમલૈંગિકતાને અપરાધ માનતા IPCની કલમ 377નો એક ભાગ રદ કરી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *