મંગળવારે સચિન પાઇલટ અને સારા અબ્દુલ્લા વચ્ચેના 19 વર્ષ લાંબા સંબંધોના અંત વિશે સમાચાર આવ્યા, જેની બહુ ઓછા લોકોને અપેક્ષા હશે. ટોંક વિધાનસભાથી નોમિનેશન ફાઈલ કરવા ગયેલા સચિન પાઇલટના એફિડેવિટમાંથી તેમના છૂટાછેડાના સમાચાર સામે આવ્યા છે.
સચિન અને સારા જે લંડનમાં મળ્યાં હતાં અને પત્રોના યુગમાં ઈમેલ દ્વારા એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો, એક વખત તેમના પરિવારના સભ્યોને મનાવવા માટે લાંબી રાહ જોવી પડી હતી. એકના પિતા જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી હતા અને બીજાના પિતા ગૃહ રાજ્યમંત્રી હતા.
ફારુક અબ્દુલ્લાએ તો પાઇલટને પોતાના જમાઈ તરીકે સ્વીકારી લીધા હતા જ્યારે તે પહેલી ચૂંટણી જીત્યા હતા. આજે ભલે તેમના રસ્તા અલગ-અલગ હોય, પરંતુ પ્રેમ અને રાજનીતિની વાર્તા કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી.
સચિન પાઇલટનો જન્મ ઉત્તર પ્રદેશના સહારનપુરમાં થયો હતો. મૂળ તે ગ્રેટર નોઈડાના વેદપુરાના રહેવાસી છે. પિતા રાજેશ્વર પ્રસાદ બિધુરી એરફોર્સમાં પાઇલટ હતા. ગાંધી પરિવારની ખૂબ નજીક હોવાને કારણે, સંજય ગાંધીની સલાહથી રાજેશ્વર પ્રસાદ બિધુરીએ પોતાનું નામ બદલીને રાજેશ પાઇલટ રાખ્યું અને ભરતપુરથી લોકસભાની ચૂંટણી લડીને સાંસદ બન્યા. તેમની માતા રમા પાઇલટ પણ સાંસદ હતાં. સચિનને પાઇલટ અટક તેના પિતા પાસેથી મળી હતી.