SA20 લીગની ત્રીજી સિઝનનું શેડ્યૂલ જાહેર

સાઉથ આફ્રિકાની ફ્રેન્ચાઇઝી લીગ SA20ની ત્રીજી સિઝનનું શિડ્યૂલ જાહેર કર્યું છે. તે આવતા વર્ષે 9 જાન્યુઆરીથી શરૂ થશે. પ્રથમ મેચ 2 વખતની ચેમ્પિયન સનરાઈઝર્સ ઈસ્ટર્ન કેપ અને એમઆઈ કેપટાઉન વચ્ચે કેબરાના સેન્ટ જ્યોર્જ પાર્કમાં રમાશે. જ્યારે લીગની ફાઈનલ 8 ફેબ્રુઆરીએ વાન્ડરર્સ ખાતે યોજાશે.

ગ્રીમ સ્મિથ લીગની ત્રીજી સિઝન માટે ઉત્સાહિત
SA20 લીગ કમિશનર અને દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથે કહ્યું: ‘અમે અમારા ડિફેન્ડિંગ ચેમ્પિયનની સાથે કેબ્રામાં સિઝનની શરૂઆત કરવા માટે રોમાંચિત છીએ. ક્રિકેટના એક્શનથી ભરપૂર ઉનાળાની રાહ જોઈ રહ્યા છીએ. સ્થાનિક સ્ટાર્સથી ભરેલા પૂલમાં આંતરરાષ્ટ્રીય પ્રતિભાનું સ્વાગત કરીને, અમે ખેલાડીઓ અને ચાહકો બંને માટે એક અવિસ્મરણીય અનુભવ આપવાનું લક્ષ્ય રાખીએ છીએ.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *