રશિયા ટૂંક સમયમાં કૅન્સરવિરોધી રસી બનાવશે

રશિયાના વૈજ્ઞાનિકો ટૂંક સમયમાં કૅન્સરની રસી તૈયાર કરશે તેવો દાવો રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને કર્યો છે. એટલું જ નહીં કૅન્સરના દર્દીઓને વહેલીતકે રસી મળી શકશે તેવો દાવો પણ તેમણે કર્યો છે. જોકે પ્રસ્તાવિત રસી ક્યારથી મળશે અને કયા પ્રકારનું કૅન્સર રોકી શકશે તે અંગે ખુલાસો તેમણે નથી કર્યો.

લોકો સુધી કેવી રીતે રસી પહોંચશે એ અંગે પણ કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. મોસ્કો ફોરમ ઓન ફ્યૂચર ટૅક્્નોલોજી દરમિયાન ટેલિવિઝન પ્રસારણમાં પુટિને રસી અંગે માહિતી આપી હતી.

ભારત : પુરુષો કરતાં મહિલાઓમાં કૅન્સરનું પ્રમાણ વધુ… ભારતમાં 2022માં કૅન્સરના 14.13 લાખ નવા કેસ સામે આવ્યા હતા. તેમાં 7.22 લાખ મહિલાઓ જ્યારે 6.91 લાખ પુરુષોને કૅન્સર હોવાનું બહાર આવ્યું હતું. 2022માં 9.16 લાખ દર્દીઓનાં કૅન્સરથી મૃત્યુ થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *