રાજકોટ આરટીઓ કચેરી દ્વારા 2025ના માર્ચ દરમિયાન ટ્રાફિક નિયમોનો ભંગ કરતા 1200 જેટલા વાહનચાલકો સામે દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં રૂ. 57,59,786 જેટલો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ સીટબેલ્ટ, પી.યુ.સી અને વીમા વગર વાહન હંકારનાર 291 વાહન ચાલકો ઝડપાયા છે. જ્યારે વ્હાઇટ લાઇટ LED, રોંગ-લેન ડ્રાઇવિંગ કરનારા 186 કેસ સામે આવ્યા છે.
માર્ચમાં ઓવરલોડ વાહનના 176 કેસ રાજકોટ RTO અધિકારી કેતન ખપેડના જણાવ્યા મુજબ, માર્ચ 2025માં ઓવરલોડ વાહનના 176 કેસમાં રૂ. 22,48,000, ઓવર ડાઈમેન્શનના 117 કેસમાં રૂ. 8,36,800 અને કલેન્ડેસ્ટાઇન ઓપરેશનના 14 કેસમાં રૂ. 1,40,000 નો દંડ કરવામા આવેલો છે. આ ઉપરાંત ટેક્ષ વગર ચાલતા વાહનોના 29 કેસમાં રૂ. 9,60,486 તો વ્હાઇટ લાઇટ LED ચેકિંગ, રોંગ-લેન ડ્રાઇવિંગ ચેકિંગના 186 કેસમાં રૂ. 1,88,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ સિવાય રેડિયમ રેફલેકટર વગેરે જેવા રોડ સેફ્ટીના ગુનાઓના 38 કેસ નોંધાયા છે. જેમાં વાહનચાલકોને રૂ. 38000નો દંડ કરવામા આવેલો છે. જ્યારે ફિટનેસ વગર વાહન ચલાવનાર 129 વાહનચાલકોને ઝડપી લેવામાં આવ્યા છે. જેમાં રૂ.6,45,000નો દંડ કરવામા આવેલો છે. સીટબેલ્ટ, પીયુસી, વીમા વગર વાહન ચલાવનારા 291 વાહનચાલકો ચેકિંગ દરમિયાન ઝડપાઈ જતા તેમની પાસેથી રૂ. 2,89,500નો દંડ વસૂલવામાં આવેલો છે.