RTO દ્વારા બાઈકની નવી સિરિઝ જી.જે.03 એન.આર.ની 20મીએ હરાજી

રાજકોટની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા નવી મોટર સાયકલ પ્રકારના વાહનો માટે નવી સિરિઝ જી.જે.03 એન.આર. સિરીઝની હરરાજી 20મી ઓગસ્ટથી શરૂ થશે. આ સિરીઝ તથા અગાઉની સિરીઝના બાકી રહેતા ગોલ્ડન સિલ્વર નંબર મેળવવા માટે ઇચ્છુક વાહનમાલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કર્યા બાદ, http: // parivahan.gov.in/fancy પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને ઓક્શનમાં ભાગ લઈ શકશે. ઓક્શનમાં ગોલ્ડન-સિલ્વર નંબર મેળવવા માટે 20મી ઓગસ્ટ સાંજ 4 થી 27મી ઓગસ્ટ સાંજે 4 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. 27 તથા 28 ઓગસ્ટે ઓનલાઈન ઓક્શનમાં બિડિંગ પૂર્ણ થયા બાદ 29મી ઓગસ્ટે સાંજે 4.15 સુધીમાં પરિણામ ઓનલાઈન જાહેર થશે. આ ઉપરાંત રાજકોટની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા HGV (ટ્રાન્સપોર્ટ) પ્રકારના વાહનો માટે જી.જે.03 બી.ઝેડ. સિરિઝનું રી-ઓક્શન 21 ઓગસ્ટથી શરૂ થશે, જેના ગોલ્ડન – સિલ્વર નંબર મેળવવા માટે ઇચ્છુક વાહનમાલિકો તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કર્યા બાદ, http: // parivahan.gov.in/fancy પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને રી-ઓક્શનમાં ભાગ લઈ શકશે. ઓક્શનમાં ગોલ્ડન-સિલ્વર નંબર મેળવવા માટે 21 મી ઓગસ્ટ થી 24 મી ઓગસ્ટ સાંજે 4 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. 24 થી 26 ઓગસ્ટે ઓનલાઈન ઓક્શનમાં બિડિંગ પૂર્ણ થયા બાદ 27 મીના કચેરીમાં ફોર્મ જમા કરવાના રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *