RTO એ 2024માં 13,012 વાહનચાલકોની સામે ટ્રાફિક નિયમ ભંગના કેસ દાખલ કર્યા

RTO રાજકોટ કચેરી દ્વારા વર્ષ 2024માં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 13,012 કેસ કરવામાં આવ્યા છે. જેના થકી કુલ રૂ. 5 કરોડ 45 લાખ 03 હજાર 958નો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ કેસો બેફામ સ્પીડે વાહન ચલાવવાના છે. જેમાં RTO કચેરી દ્વારા રૂ. 65.83 લાખનો દંડ કરવામા આવ્યો છે. ઉપરાંત વર્ષ દરમિયાન 1838 ઓવર લોડ વાહનો ઝડપી પાડવાના કિસ્સા સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ રૂ. 2.43 કરોડનાં દંડની વસૂલાત કરવામા આવેલી છે.

રાજકોટ ઇન્ચાર્જ RTO અધિકારી કેતન ખપેડના જણાવ્યા મુજબ, વર્ષ 2024માં હેલ્મેટ વિના વાહન ચલાવતા 160 વાહનચાલકોને પકડી પાડવામાં આવ્યા હતા. જેઓને રૂ. 80,000નો દંડ થયો છે. તો સીટબેલ્ટ વિનાના 174 કેસોમાં રૂ. 87,000નો દંડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ભયજનક રીતે વાહન ચલાવી પોતાની સાથે અન્ય વાહનચાલકોને જોખમમાં મૂકનારા 69 વાહનચાલકોને કડક દંડ કરવામાં આવ્યો છે. જેમાં તેઓને રૂ. 1,04,500નો દંડ ફટકારવામાં આવ્યો છે. જોકે આ કેસો પરથી એવું લાગે છે કે વાહનચાલકો હેલ્મેટ, સીટ બેલ્ટ ન બાંધી બેફિકરાઈ દાખવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *