રાજકોટ આર.ટી.ઓ. કચેરી દ્વારા વર્ષ 2024 જૂન માસ દરમિયાન અલગ-અલગ પ્રકારના નિયમભંગ કરતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. જેમાં ગુનાહિત વાહનો કે, જેના કુલ કેસ 1,211 ઉપર દંડની કાર્યવાહી કરવામાં આવેલ. જેમાં રૂ. 48,03,286 જેટલો દંડ કરવામાં આવેલ હતો. જેમાં ઓવરલોડ વાહનો, ટેકસ, ફિટનેસ, વીમા વિનાના વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત હેલ્મેટ, સીટ બેલ્ટ વિના, ઓવર સ્પીડ તેમજ લાયસન્સ વિના વાહન ચલાવનારા ઝડપાઈ ગયા હતા.
રાજકોટ ઇન્ચાર્જ RTO અધિકારી કેતન ખપેડે જણાવ્યું હતું કે, RTOના અલગ-અલગ નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. જેમાં ઓવરલોડ વાહનોના 161 કેસમાં રૂ. 21,65,000, ઓવર ડાયમેન્શનના 27 કેસમાં રૂ. 1,73,400, કલેન્ડેસ્ટાઇન ઓપરેશનના 41 કેસમાં રૂ. 41,00,00, ટેક્સ વગર વાહનો ચલાવતા 16 વાહન ચાલકોને રૂ. 3,48,386નો દંડ કરવામાં આવ્યો હતો. નિયમનો ભંગ કરતા વાહન ચાલકોને આકરો દંડ કરવામાં આવ્યો હતો અને આ કાર્યવાહી જૂન માસ દરમિયાન કરવામાં આવી હતી.