રાજકોટમાં પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે કાર્યરત ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર ભારે વરસાદ અને પવનના કારણે થયેલા નુકસાનના લીધે આવતીકાલથી 2 દિવસ એટ્લે કે તા.3 અને 4 સપ્ટેમ્બરના રોજ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરના ટેસ્ટની કામગીરી ટેકનિકલ કારણોસર બંધ રાખેલી છે. તેમજ તમામ એપોઇન્ટમેન્ટ પાછળના દિવસોમાં રીશેડયુલ કરી આપવામાં આવેલા છે. જેની જાહેર જનતાએ નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરીની યાદીમાં જણાવાયું છે.