આર.ટી.ઓ.રાજકોટ ખાતે કાર્યરત ફોર વ્હીલર વાહનો માટેનો ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ટેકનિકલ કારણોસર તા.26 થી 29 જૂન દરમ્યાન બંધ રહેશે, જયારે ટુ વ્હીલર વાહનો માટેનો ટેસ્ટ ટ્રેક રાબેતા મુજબ ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન જે અરજદારોએ ફોર વ્હીલર વાહન માટે ટેસ્ટ ટ્રેકની અપોઈન્ટમેન્ટ લીધેલ છે તેમની એપોઇન્ટમેન્ટ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી રાજકોટ દ્વારા રીસીડ્યુલ કરી આપવામાં આવેલ છે, જેની રાજકોટ જિલ્લાની મોટરિંગ પબ્લિકને નોંધ લેવા તેમજ સહકાર આપવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી રાજકોટની યાદીમાં જણાવાયું છે