RTEમાં એડમિશન માટે 28મીથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

ગુજરાત સરકાર દ્વારા ખાનગી શાળાઓમાં 25% બેઠક પર ગરીબ અને જરૂરિયાત વાળા બાળકોને ધોરણ-1માં મફત પ્રવેશ માટે RTE (રાઇટ ટુ એજ્યુકેશન) હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ આજે જાહેર કરવામાં આવેલી છે. 28મી ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી વાલીઓ ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક મર્યાદા રૂ. 1.20 લાખ તો શહેરી વિસ્તારમાં આવક મર્યાદા રૂ. 1.50 લાખ રાખવામાં આવેલી છે. જેમાં અલગ-અલગ 13 કેટેગરીમાં અગ્રતા આપવામા આવશે. રાજકોટ શહેર અને જિલ્લામાં વર્ષ 2025માં 921 ખાનગી શાળાઓમાં 6,640 વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓમાં એડમિશન મેળવી શકશે.

ગત વર્ષે 2024માં કુલ 804 ખાનગી શાળાઓમા 4,487 બેઠક પર જ રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ વિદ્યાર્થીઓના પ્રવેશ થયા હતા. ગત વર્ષ કરતા પ્રવેશપાત્ર ખાનગી શાળાઓની સંખ્યામાં 117 તો વિદ્યાર્થીઓની ઇન્ટેક કેપેસિટીમાં 2,153નો વધારો થયો છે. જેથી, વધુ વિદ્યાર્થીઓ RTE હેઠળ એડમિશન મેળવી શકશે અને ધોરણ-1થી 8 સુધી ખાનગી શાળાઓમાં ફ્રી એજ્યુકેશન મેળવી શકશે, જેનો ખર્ચ સરકાર ઉઠાવશે.

રાજકોટ શહેરમાં RTE હેઠળ વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે તે માટે આ વર્ષે 2025માં 592 ખાનગી શાળાઓમાં 4,453 સીટ છે એટલે કે આટલી બેઠક ઉપર વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે. જેની સામે ગત વર્ષ 2024 માં 589 ખાનગી શાળાઓમાં 3,713ની ઇન્ટેક કેપેસિટી હતી એટલે કે ગત વર્ષ કરતાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવી શકાય તેવી શાળાઓમાં 3નો વધારો થયો છે જ્યારે ઇન્ટેક કેપેસિટી પણ 740 વધી છે. જ્યારે જિલ્લા પંચાયત હસ્તકની તાલુકા વિસ્તારમાં આવેલી ખાનગી શાળાઓમાં વર્ષ 2025માં 329 ખાનગી શાળાઓમાં 2,187 સીટ છે. જેની સામે ગત વર્ષે 2024માં 215 શાળાઓમાં 774 ઇન્ટેક કેપેસિટી હતી એટલે કે અહીં પણ 11 તાલુકાની ખાનગી શાળાઓમાં 114નો વધારો થયો છે, જ્યારે પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ 1,413નો વધારો નોંધાયો છે. જ્યારે બંને થઇને એટલે કે રાજકોટ શહેર અને જિલ્લામાં વર્ષ 2025માં 921 ખાનગી શાળાઓમાં 6,640 વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓમાં એડમિશન મેળવી શકશે. ગત વર્ષે 2024માં કુલ 804 ખાનગી શાળાઓમા 4,487 બેઠક પર જ રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ વિદ્યાર્થીઓના પ્રવેશ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *