ધર્મના રાજકોટ મહાનગરમાં આ વર્ષે વિવિધ રણછોડ વિસ્તાર, લક્ષ્મી વિસ્તાર, મારૂતિ વિસ્તાર, નટરાજ વિસ્તાર, તથા વર્ધમાન સહિત 5 વિસ્તારોમાં નવ સ્થળે વિજયા દશમી ઉત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ હતું.
જેની ઉજવણી 29મી સપ્ટેમ્બરથી લઈને 13મી ઓકટોબર સુધી થઈ હતી જે અંતર્ગત જાહેર કાર્યક્રમોમાં સ્વયંસેવકો દ્વારા વિવિધ લાઠીદાવ-યોગ- કરાટે સહિતના નિદર્શન શસ્ત્ર પૂજન સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. રાજકોટ મહાનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કુલ 105 શાખાઓ 62 સાપ્તાહિક મિલન 77 બાળ સંસ્કાર કેન્દ્રો ચાલી રહ્યા છે. સંઘ દ્વારા રાજકોટ મહાનગરને ભૌગોલિક રીતે પાંચ વિસ્તાર (ઝોન) 35 નગર તથા 223 વસ્તીની રચનામાં વહેંચવામાં આવ્યું છે. સન 1925માં વિજયાદશમીના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ હતી. અને ત્યારથી જ દર વર્ષે આ ઉત્સવ વિશિષ્ટ રીતે ઉજવાય છે.