રાજકોટ મહાનગરપાલિકાએ લીધેલા પૈકી ફેઈલ થયેલા 10 સેમ્પલમાં નિવાસી અધિક કલેક્ટર ચેતન ગાંધીએ 7.40 લાખનો દંડ કર્યો છે. મનપાની ફૂડ શાખા ડિસેમ્બર 2023ના ચુનારાવાડ શેરી નં. 1માં રબ્બી બસંત ગુપ્તા નામની વ્યક્તિની માલિકીની આર.એસ. ગૃહ ઉદ્યોગ નામની પેઢીની તપાસ કરવા ગયા હતા. જ્યાં દાબેલા ચણા ચના જોર ગરમના હોલસેલ પેકેટમાં વેચાતા હતા જોકે ત્યાં ગંદકી જોવા મળતા સેમ્પલ લઈને 2 ટન જથ્થાનો નાશ કરાયો હતો. આ સેમ્પલનો રિપોર્ટ ડિસેમ્બર 2023માં આવ્યો હતો જેમાં સડેલા દાણા, કચરો અને વધુ પડતો ભેજ હોવાથી નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થયા હતા. જેનો કેસ અધિક કલેક્ટરની કોર્ટમાં ચાલતા નવેમ્બર 2024માં અધિક કલેક્ટર અધધ 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
સેમ્પલ લેવાથી માંડી રિપોર્ટ અને સજા સુધીમાં ઓછામાં ઓછો એક વર્ષનો સમય વીતી જાય છે ત્યાં સુધીમાં ભેળસેળિયા તત્ત્વો લાખો રૂપિયાની કમાણી કરી ચૂક્યા હોય છે.