શહેરમાં 150 ફૂટ રિંગ રોડ પર રામાપીર ચોકડી પાસે એમેઝોન પાર્સલ નામની દુકાનમાંથી કોઇ તસ્કરો નજર ચૂકવી રૂ.17 હજારની કિંમતના પાર્સલ ભરેલા થેલાની ચોરી કરી ગયાની દુકાનદારે ફરિયાદ કરતા ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રામાપીર ચોકડી પાસે અમને કહો, નામે એમેઝોન પાર્સલ વિતરણની દુકાન ચલાવતા અને અયોધ્યા ચોક પાસે દેવ આશિષ એપાર્ટમેન્ટમાં રહેતા જીગ્નેશભાઇ સોમાભાઇ મકવાણા તા.26ના રોજ તેની દુકાને હતા ત્યારે દુકાનમાં ડિલિવરીનો સામાન આવ્યો હતો. જેથી સામાન ઉતારી દુકાનમાં રાખ્યો હતો.
બાદમાં તપાસ કરતા એક થેલો ગાયબ હોય તપાસ કરી હતી. પરંતુ નહીં મળ્યો હતો જે થેલામાં રૂ.17 હજારની કિંમતના 15 પાર્સલ હોય કોઇ શખ્સો નજર ચૂકવી ચોરી કરી ગયાની ફરિયાદ કરતા જમાદાર રોહિતદાન સહિતે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.