ICCની ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાં રોહિતનું નામ નથી

ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શ્રેષ્ઠ ટીમમાં ભારતના કેપ્ટન રોહિત શર્માનો સમાવેશ કર્યો નથી. ન્યૂઝીલેન્ડના મિચેલ સેન્ટનરને કેપ્ટન બનાવવામાં આવ્યો, તેની ટીમના 4 ખેલાડીઓને પ્લેઇંગ-11માં સ્થાન મળ્યું.

ભારત તરફથી વિરાટ કોહલી સહિત 5 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે અક્ષર પટેલને 12મો ખેલાડી બનાવવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાનના 2 ખેલાડીઓને પણ સ્થાન મળ્યું. યજમાન પાકિસ્તાન સહિત બાકીના 5 દેશોના એક પણ ખેલાડીને ટીમમાં સ્થાન મળ્યું નહીં.

રોહિતે ફાઇનલમાં 76 રન બનાવ્યા હતા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ટુર્નામેન્ટની પહેલી 4 મેચમાં એક પણ ફિફ્ટી ફટકારી શક્યો નહીં. તેણે ફાઇનલમાં સ્કોર બરાબરી કરી અને 252 રનના લક્ષ્યાંક સામે 76 રન બનાવ્યા. તેની ઇનિંગે ટીમને જીતની નજીક લાવી દીધી. રોહિતની કેપ્ટનશીપ હેઠળ ટીમ અપરાજિત રહી અને ચેમ્પિયન બની.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *