રોકેટ લોન્ચ નિષ્ફળ

સ્પેસએક્સ કંપનીના 20 સ્ટારલિન્ક ઉપગ્રહ લોન્ચ થયા પછી આકાશમાંથી જમીન પર પછડાયા હતા પરંતુ ધરતી પર આવતાં પહેલાં જ વાયુમંડળમાં બળીને ભસ્મ થઈ ગયા. રોકેટની નિષ્ફળતાનું કારણ જાણવા નિષ્ણાતો તપાસ કરી રહ્યા છે પરંતુ રોકેટમાં કોઈ મુશ્કેલી સર્જાઈ હોવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે.

જ્યાં સુધી સ્પેસએક્સ ફાલ્કન-9 રોકેટની તપાસ ન કરે ત્યાં સુધી આ રોકેટથી નવું લોન્ચિંગ નહીં કરવામાં આવે. કૅલિફોર્નિયાના વાંડેનબર્ગ સ્પેસ ફોર્સ બેઝથી ફાલ્કન-9 રોકેટથી સ્ટારલિન્ક ઉપગ્રહોનું લોન્ચિંગ 10 જુલાઈએ થવાનું હતું પરંતુ કોઈ કારણસર 11 જુલાઈએ કરાયું હતું. લોન્ચિંગની શરૂઆત સારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *