RMC દ્વારા મિલ્કત અને પાણી વેરાના વ્યાજમાં 10,000 સુધીની માફીનો પ્રારંભ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બજેટમાં વ્યાજમાફી યોજના જાહેર કરવામાં આવી હતી. ગઈકાલે જાહેર કરવામાં આવેલી આ યોજનાનો આજથી જ અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. શહેરના નાગરિકો માટે મિલ્કત વેરા અને પાણી વેરા પર વ્યાજ માફીની વિશેષ યોજના આજથી અમલમાં મૂકવામાં આવી છે. મેયર નયનાબેન પેઢડીયાનાં જણાવ્યા મુજબ આ યોજના હેઠળ રહેણાંક અને બિન-રહેણાંક મિલ્કતધારકોને પ્રોપર્ટી ટેક્સના વ્યાજમાં 5,000 અને પાણી વેરાના વ્યાજમાં 5,000 મળી કુલ 10,000 સુધીની વ્યાજ રાહત આપવામાં આવશે.

વ્યાજ માફી યોજના 11/02/2026 થી શરૂ થઈ છે જે 31/03/2026 સુધી જ અમલમાં રહેશે. મિલ્કતધારકોને બાકી કરની રકમ સમયસર ભરીને આ આર્થિક રાહતનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. નાગરિકો પોતાના ઝોન અથવા વોર્ડ ઓફિસનો સંપર્ક કરીને યોજનાનો લાભ લઈ શકશે.

રાજકોટ શહેરમાં અનેક મુખ્યમાર્ગો ઉપર ડિવાઇડરના કારણે રોડ વચ્ચે ગેબ ઓછા આપવામાં આવ્યા છે. જેના લીધે પગપાળા જતા શહેરીજનોએ ના છૂટકે સર્કલ ફરીને પોતાના સ્થાને પહોંચ્વુ પડે છે. જેના નિરાકરણ માટે શહેરમાં આ પ્રકારના 150 ફૂટ રીંગરોડ તેમજ અન્ય રાજમાર્ગો પર ફૂટઓવરબ્રિજ બનાવવાનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં પ્રારંભીક ધોરણે બે બ્રિજને મંજૂરી આપવામાં આવી છે. 150 ફૂટ રીંગરોડ ઉપર બીગબજાર સર્કલ અને અમીન માર્ગ કોર્નર ઉપર રૂ.12 કરોડના ખર્ચે પીપીપી ધોરણે ફૂટઓવરબ્રિજ તૈયાર કરી એજન્સીને 5 વર્ષ માટે મેન્ટેનન્સ સહિતની જવાબદારી સાથે સોંપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *