RMCનું 3604 કરોડનું બજેટ મંજૂર

રાજકોટ મહાનગર પાલિકાનું નાણાકીય વર્ષ 2026-27નું 3595.70 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરા દ્વારા રજુ કરવામાં આવ્યું હતું. જેનો અભ્યાસ કરી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આજે 3604.90 કરોડનું બજેટ મંજુર કરવમાં આવ્યું છે. આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખી મનપા કમિશનરે સૂચવેલા 95 કરોડના કરબોજને ફગાવી દેવા સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ણય કર્યો છે. આજના આ બજેટમાં ખાસ શહેરમાં મહિલાઓ માટે નવી 3 પિન્ક બસ શરૂ કરવા જાહેરાત કરવામાં આવી છે જેમાં ડ્રાઇવર અને કંડકટર બન્ને મહિલા હશે આ ઉપરાંત બસમાં મુસાફરી કરતા સમયે માતાની સાથ તેમન 12 વર્ષ સુધીનું સંતાન સાથે હશે તો તેમન માટેનિઃશુલ્ક મુસાફરી આપવા નિર્ણય કરાયો છે. અમદાવાદની માફક રાજકોટમાં પણ આગામી બે ત્રણ વર્ષમાં મેટ્રો દોડતી કરવાનું આયોજન હાથ ધરાયું છે.

રાજકોટ મહાનગર પાલિકાનું નાણાકીય વર્ષ 2025-26નું રીવાઈઝ અને 2026-27નું બજેટ આજ રોજ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજુર કરવામાં આવ્યું છે. મ્યુ. કમિશનર દ્વારા કુલ 3595.70 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં અભ્યાસ કરી શાસકો અને સ્ટેન્ડિંગ કમિટીએ અભ્યાસ કરી 3604.90 કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું છે. મનપા કમિશનર દ્વારા 95 કરોડનો કરબોજ જનતા પર મુકવામા આવ્યો હતો જેને ફગાવી દઈ કરબોજ મુક્ત બજેટ રજૂ કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *